ઘરમાં ક્યારેય ઍર-કન્ડિશનર નથી ચલાવતો મનોજ બાજપેયી

15 June, 2026 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના આ વર્તન પાછળનું કારણ જણાવતાં મનોજે કહ્યું હતું કે...

મનોજ બાજપેયી

મનોજ બાજપેયી હાલમાં પોતાની નવી ફિલ્મ ‘ગવર્નર’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત મનોજે તેની પર્સનલ લાઇફ વિશે એક રસપ્રદ ખુલાસો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક કૉન્ક્લેવમાં હાજરી આપતી વખતે મનોજે જણાવ્યું કે તે પોતાના ઘરમાં ક્યારેય ઍર-કન્ડિશનર (AC) નથી ચલાવતો.

પોતાના આ વર્તન પાછળનું કારણ જણાવતાં મનોજે કહ્યું હતું કે ‘હું મારા ઘરમાં AC ચલાવતો નથી. હું જ્યાં રહું છું ત્યાં AC ચાલતું નથી. મારી પત્ની મજાકમાં કહે છે કે હું પૈસા બચાવું છું પણ હકીકતમાં એવું નથી. મને ACમાં બહુ ઠંડી લાગે છે. હું જ્યારે કોઈ હોટેલમાં રોકાઉં છું ત્યારે પણ મારા રૂમનું AC બંધ કરાવી દઉં છું. હું AC વગર જ રહું છું. ઘણી જગ્યાએ પંખો પણ લગાવવામાં આવતો નથી, એટલે પછી AC વગર જ રહેવું પડે છે.’

manoj bajpayee entertainment news bollywood bollywood news bollywood buzz bollywood gossips