50 અને 60 ના દાયકાની અભિનેત્રી મીનૂ મુમતાજનું કેનેડામાં નિધન

23 October, 2021 05:02 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મીનૂ કૉમેડિયન મહમૂદ અલીની બહેન હતી. તે ફિલ્મોમાં ડાન્સર અને અભિનેત્રી તરીકે નજર આવ્યાં હતા. 

પ્રતીકાત્મક તસવીર

50 અને 60 ના દાયકાની જાણીતી દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાજ(Minoo Mumtaz)નું નિધન થયું છે.  તેમના ભાઈ જનવર અલીએ તેમના નિધનની જાણકારી આપી છે.  મીનૂ મુમતાજે 23 ઓક્ટોબરના રોજ કેનેડામાં અતિમ શ્વાસ લીધા. તેમની ઉંમર 79 વર્ષ હતી. મીનૂ કૉમેડિયન મહમૂદ અલીની બહેન હતી. તે ફિલ્મોમાં ડાન્સર અને અભિનેત્રી તરીકે નજર આવ્યાં હતા. 

મીનૂ મુમતાજનું પુરૂ નામ મલિકુન્નિસા અલી હતું. અભિનેત્રીએ મીના કુમારીએ તેમને  મીનૂ મુમતાજ  નામ આપ્યું હતું. મહમૂદના લગ્ન મીના કુમારીની નાની બહેન મધુ સાથે થયા હતાં. 50ના દાયકામાં મીનૂ મુમતાજે સ્ટેજ ડાન્સર તરીકે કેરિયરની શરૂઆત કરી હતી.  ત્યાર બાદ તે અનેક ફિલ્મોમાં ડાન્સર તરીકે જોવા મળી હતી. 

મીનૂ મુમતાજે બલરાજ સાહની સાથે ફિલ્મ `બ્લેક કેટ` માં કામ કર્યુ હતું. આ સિવાય તેમણે ગુરુ દત્ત સાથે ફિલ્મ `કાગજ કે ફુલ`, `ચૌધવી કા ચાંદ`, `સાહિબ બીબી ઔર ગુલામ`માં કામ કર્યુ હતું. તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં `તાજમહેલ`, `ઘુંઘટ`, `ઇન્સાન જગ ઉથા`, `ઘર બસકે દેખો`, ​​`ગઝલ`, `અલીબાબા`, `અલાદ્દીન`, `ધર્મપુત્ર` અને `જહાનારા` નો સમાવેશ થાય છે. 

મીનૂ મુમતાજે નિર્દેશક સૈયદ અલી અકબર સાથે લગ્ન કર્યા હતાં. સંતાનમાં તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ફિલ્મોમાં કામ છોડી દીધાં બાદ તે કેટલાય સમયથી કેનેડામાં રહેતા હતાં. 

bollywood news entertainment news