શ્રદ્ધા કપૂર કરશે દીપિકા પાદુકોણની બરાબરી?

03 July, 2026 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈઠા પછી ઍક્ટ્રેસે તેનો ચાર્જ ૨૦ કરોડ રૂપિયા કરી નાખ્યો હોવાની ચર્ચા

શ્રદ્ધા કપૂર

૩૯ વર્ષની શ્રદ્ધા કપૂર ધીમે-ધીમે બૉલીવુડની ટોચની અભિનેત્રીઓમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહી છે. રિપોર્ટ પ્રમાણે ૨૮ ઑગસ્ટે રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘ઈઠા’ માટે તેને ૧૫ કરોડ રૂપિયા મહેનતાણું આપવામાં આવ્યું છે. હવે ખબર પડી છે કે શ્રદ્ધાએ તેની આગામી ફિલ્મ માટે પોતાની ફી વધારી દીધી છે અને તે ૨૦ કરોડ રૂપિયા ડિમાન્ડ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધા હવે તેના બૉયફ્રેન્ડ રાહુલ મોદીના ડિરેક્શનમાં બનનારી એક ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને આ ફિલ્મ ભારતપેના સહ-સ્થાપકોમાંના એક અશનીર ગ્રોવરના જીવનથી પ્રેરિત હશે.
અગાઉ એવી ચર્ચા હતી કે આ બાયોપિકમાં આમિર ખાન જોડાશે, પણ હવે કહેવામાં આવી રહ્યું છે કે તે આ પ્રોજેક્ટનો ભાગ નથી. તેના બદલે રવિ દુબે સાથે ફિલ્મ માટે ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલો છે. આ ફિલ્મ માટે શ્રદ્ધાએ ૨૦ કરોડ રૂપિયા મહેનતાણાની ડિમાન્ડ કરી છે. ફિલ્મમાં તે અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈનની ભૂમિકા ભજવશે. જો શ્રદ્ધા કપૂરને ફીપેટે ૨૦ કરોડ રૂપિયા મળે તો તે દીપિકા પાદુકોણની બરાબરી કરશે.

shraddha kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news