આદિત્ય ધર અને રણવીર સિંહ ફરી સાથે કામ કરવાના પ્લાનિંગમાં?

14 February, 2026 07:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદિત્ય ધર અને રણવીર સિંહે ફિલ્મ ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’માં સાથે કામ કર્યું છે. ચર્ચા છે કે આ બન્ને ફિલ્મો પછી પણ આદિત્ય અને રણવીર ફરી એક નવા પ્રોજેક્ટમાં સાથે કામ કરશે એવી ચર્ચા છે.

આદિત્ય ધર અને રણવીર સિંહ ફરી સાથે કામ કરવાના પ્લાનિંગમાં

આદિત્ય ધર અને રણવીર સિંહે ફિલ્મ ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’માં સાથે કામ કર્યું છે. ચર્ચા છે કે આ બન્ને ફિલ્મો પછી પણ આદિત્ય અને રણવીર ફરી એક નવા પ્રોજેક્ટમાં સાથે કામ કરશે એવી ચર્ચા છે. રિપોર્ટ પ્રમાણે આદિત્ય ધર હાલમાં એક માઇથોલૉજિકલ ઍક્શન ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે જેમાં તે રણવીર સિંહને કાસ્ટ કરવા માગે છે. એ સિવાય આદિત્ય ધરે હાલમાં જિયો સ્ટુડિયોઝ સાથેની પોતાની ડીલ બે વર્ષ લંબાવી છે જેને કારણે તે હવે પોતાની આ ફિલ્મ જિયો સ્ટુડિયોઝ સાથે બનાવશે. આ નવા કરાર હેઠળ આદિત્ય ધર અને તેનું બૅનર બી62 સ્ટુડિયોઝ તેમ જ જિયો સ્ટુડિયોઝ સાથે મળીને ફિલ્મો બનાવશે. જોકે આદિત્ય તરફથી રણવીર સાથેની ફિલ્મ વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, એની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

aditya dhar ranveer singh bollywood buzz bollywood news bollywood entertainment news