પહેલાં લક્ષ્મી આવ્યાં, હવે સરસ્વતી પણ આવી ગયાં

21 September, 2026 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બીજી દીકરીનાં મમ્મી-પપ્પા બન્યાં એટલે ધુરંધરના ડિરેક્ટર આદિત્ય ધરે આપી ખાસ શુભેચ્છા

આદિત્ય ધર, દીપિકા અને રણવીર

શનિવારે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બીજી વખત દીકરીનાં મમ્મી-પપ્પા બન્યાં છે. દીપિકાએ દુઆ બાદ ફરી એક દીકરીને જન્મ આપ્યો છે અને આ જોડીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આ ખુશખબર શૅર કરી હતી.
દીપિકા અને રણવીરના ઘરે આવેલી આ ખુશી પર ફિલ્મમેકર આદિત્ય ધરે દિલને સ્પર્શી જાય એવા મેસેજ દ્વારા તેમને શુભેચ્છા પાઠવી હતી. આદિત્યએ કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘પહેલાં લક્ષ્મી આવ્યાં, હવે સરસ્વતી પણ આવી ગયાં. તમારા બન્ને માટે ખૂબ જ ખુશી છે. પરિવારમાં વધુ એક નાનકડી પરી આવી છે. ભગવાન તેને દુનિયાનો તમામ પ્રેમ અને ખુશીઓ આપે.’

aditya dhar deepika padukone ranveer singh entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood