09 April, 2026 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય ધર
ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પરની જબરદસ્ત કમાણીને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં ઍક્ટર રાજ ઝુત્શી એક મહત્ત્વના રોલમાં જોવા મળ્યો છે. રાજ ઝુત્શીની ભત્રીજી સંક્ષિતા ઝુત્શીએ ફિલ્મ વિશે કમેન્ટ કરી જેના પર ડિરેક્ટર આદિત્ય ધરે રસપ્રદ રીતે પ્રતિસાદ આપતાં કહ્યું કે નૅશનલ અવૉર્ડ માટે તે હંમેશાં તૈયાર છે.
સંક્ષિતાએ સોશ્યલ મીડિયા પર પોતાના કાકા રાજ ઝુત્શીની પ્રશંસા કરીને ફિલ્મને શાનદાર ગણાવી અને જણાવ્યું હતું કે ‘સીક્વલ બનાવવી હંમેશાં મુશ્કેલ હોય છે, કારણ કે પહેલી ફિલ્મથી અપેક્ષાઓ ખૂબ વધી જાય છે. આમ છતાં ‘ધુરંધર : ધ રિવેન્જ’એ તમામ અપેક્ષાઓને પાર કરી છે. આદિત્ય ધર આ ઉત્તમ કામ માટે નૅશનલ અવૉર્ડના હકદાર છે.’ સંક્ષિતાની આ કમેન્ટનો જવાબ આપતાં આદિત્યએ કહ્યું કે ‘નૅશનલ અવૉર્ડ માટે હંમેશાં તૈયાર છું.’