12 July, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જ્યૉર્જિના ડિસિલ્વા, આદિત્ય રૉય કપૂર
આદિત્ય રૉય કપૂર હાલમાં તેની પર્સનલ લાઇફને કારણે લાઇમલાઇટમાં છે. ચર્ચા છે કે અનન્યા પાંડે સાથે બ્રેકઅપ બાદ આદિત્ય હાલમાં જ્યૉર્જિના ડિસિલ્વા નામની યુવતી સાથે ડેટિંગ કરી રહ્યો છે. હાલમાં આદિત્ય રૉય કપૂરે તેના વેકેશનની કેટલીક તસવીરો તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરી હતી જેમાં તેનો એક હાથ ગોવાની મૉડલ જ્યૉર્જિના ડિસિલ્વાના હાથમાં હોય એવું લાગે છે.
આદિત્યની આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે અને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે જ્યૉર્જિના ડિસિલ્વા સાથે રિલેશનશિપમાં છે, કારણ કે જ્યૉર્જિનાએ તેની લેટેસ્ટ પોસ્ટમાં એવા જ નખ ફ્લૉન્ટ કર્યા છે જેવા આદિત્યની શૅર કરેલી પોસ્ટમાં દેખાતા હાથના હતા. જોકે આદિત્યએ હજી સુધી આ ચર્ચા પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. જ્યૉર્જિના ગોવાની રહેવાસી છે અને એક ફ્રીલાન્સ ફોટોગ્રાફર-મૉડલ છે.