‘થડામ’ની હિન્દી રીમેકમાં જોવા મળશે આદિત્ય રૉય કપૂર

30 July, 2021 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તે ડબલ રોલ ભજવી રહ્યો છે જેથી તેના માટે આ બેગણું ચૅલેન્જિંગ રહેશે. ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મ દ્વારા વર્ધાન કેટકર ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે

આદિત્યા રોય કપૂર

આદિત્ય રૉય કપૂર હવે તામિલ હિટ ‘થડામ’ની હિન્દી રીમેકમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તે ડબલ રોલ ભજવી રહ્યો છે જેથી તેના માટે આ બેગણું ચૅલેન્જિંગ રહેશે. ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મ દ્વારા વર્ધાન કેટકર ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ એનું શૂટિંગ સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. આ વિશે આદિત્યએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે અને એ કહેવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. ઓરિજિનલ ફિલ્મ ખૂબ જ એન્ટરટેઇનિંગ હતી જેની મારા પર ખૂબ જ અસર પડી છે. એક ઍક્ટર તરીકે ડબલ રોલ મળવો એટલે કે ડબલ તૈયારી અને ડબલ ચૅલેન્જ હોય છે. જોકે આ માટે હું તૈયાર છું.’

aditya roy kapur bollywood news entertainment news