૨૧ વર્ષ બાદ સાથે કામ કરશે તબુ અને મહેશ માંજરેકર

24 September, 2021 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૨માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. ફિલ્મની સ્ટોરી એક વિધવા મહિલાની આસપાસ ફરશે. છેલ્લા થોડા સમયથી મહેશ અને તબુ સ્ક્રિપ્ટનાં વિવિધ પાસાં પર ચર્ચા કરી રહ્યાં છે.

૨૧ વર્ષ બાદ સાથે કામ કરશે તબુ અને મહેશ માંજરેકર

તબુ અને મહેશ માંજરેકર આશરે ૨૧ વર્ષ બાદ સાથે કામ કરવાનાં છે. તેમણે ‘અસ્તિત્વ’માં સાથે કામ કર્યું હતું. આ હિન્દી-મરાઠી ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મ ઇન મરાઠી માટે નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. હવે લગભગ ૨૧ વર્ષ બાદ તબુ અને મહેશ માંજરેકર ફિલ્મ ‘વાઇટ’માં સાથે કામ કરવાનાં છે. સંદીપ સિંહ અને રાજ શાંડિલ્ય આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાના છે. ૨૦૨૨માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. ફિલ્મની સ્ટોરી એક વિધવા મહિલાની આસપાસ ફરશે. છેલ્લા થોડા સમયથી મહેશ અને તબુ સ્ક્રિપ્ટનાં વિવિધ પાસાં પર ચર્ચા કરી રહ્યાં છે. એવામાં જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો આ તેમની બીજી ભાગીદારી રહેશે. જોકે સામા પક્ષે તબુ પણ આ પ્રોજેક્ટ માટે ઉત્સાહી છે. હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

bollywood news bollywood gossips bollywood tabu mahesh manjrekar entertainment news