23 April, 2026 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
વેબ-સિરીઝ ‘મટકા કિંગ’ની રિલીઝ બાદથી વિજય વર્મા ચર્ચામાં છે અને તેની ઍક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે હાલમાં વિજય વર્મા એક રેસ્ટોરાંની બહાર સુંદર યુવતી સાથે જોવા મળ્યો હતો. બન્ને એકબીજા સાથે ખુશનુમા પળો વિતાવીને બહાર નીકળતાં જોવાં મળ્યાં હતાં. આ સમયે શૂટ થયેલા વિડિયોમાં બન્ને વચ્ચેની કેમિસ્ટ્રી સ્પષ્ટ નજરે ચડે છે. આ જોઈને ફૅન્સને લાગે છે કે તમન્ના ભાટિયા સાથેના બ્રેકઅપ પછી હવે વિજયના જીવનમાં નવી પ્રેમિકાની એન્ટ્રી થઈ ગઈ છે.
માહિતી મળી છે કે આ યુવતી આલિયા કુરૈશી નામની નવોદિત ઍક્ટ્રેસ છે. તે શાહરુખ ખાન સાથે ‘જવાન’માં પણ જોવા મળી હતી. આલિયાએ ઘણા OTT પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે અને તે સિન્ગર અને સૉન્ગરાઇટર હોવાનો દાવો પણ કરે છે. આલિયા ‘નાદાનિયાં’ અને ‘બંદિશ બૅન્ડિટ્સ’ જેવા પ્રોજેક્ટમાં પણ કામ કરી ચૂકી છે.