દેવારા 2 બનાવવાનું પ્લાનિંગ હાલ પૂરતું કૅન્સલ

26 November, 2025 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે ‘દેવારા 2’ની સ્ક્રિપ્ટ તો તૈયાર કરવામાં આવી હતી, પણ જુનિયર NTRને આ સ્ટોરી ખાસ ગમી નથી. તેને લાગે છે કે સ્ટોરી એટલી મજબૂત નથી એને કારણે આ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂકી દેવાયો છે, કારણ કે જુનિયર NTR બીજી ફિલ્મોમાં વ્યસ્ત છે.

જુનિયર NTR

જાહ્‍‍નવી કપૂર અને જુનિયર NTRની ૨૦૨૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દેવારા’ કમર્શિયલી સફળ રહી હતી. આ ફિલ્મની સફળતા બાદ મેકર્સે સપ્ટેમ્બરમાં બીજા પાર્ટની જાહેરાત કરી હતી. જોકે હવે ખબર પડી છે કે હાલમાં બીજો પાર્ટ બનાવવાનું આયોજન પડતું મૂકી દેવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે ‘દેવારા 2’ની સ્ક્રિપ્ટ તો તૈયાર કરવામાં આવી હતી, પણ જુનિયર NTRને આ સ્ટોરી ખાસ ગમી નથી. તેને લાગે છે કે સ્ટોરી એટલી મજબૂત નથી એને કારણે આ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂકી દેવાયો છે, કારણ કે જુનિયર NTR બીજી ફિલ્મોમાં વ્યસ્ત છે.

janhvi kapoor jr ntr bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news