✕

મિર્ઝાપુરની જેમ હવે પંચાયત પર પણ બનશે ફિલ્મ?

25 November, 2026 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં ‘મિર્ઝાપુર’ અને ‘પંચાયત’ સૌથી વધુ લોકપ્રિય વેબ-સિરીઝમાં સામેલ છે:. ‘મિર્ઝાપુર’એ નાના પડદા પર ધૂમ મચાવ્યા બાદ મોટા પડદા પર પણ પોતાનો જાદુ ચલાવ્યો હતો. વેબ-સિરીઝની સફળતા બાદ એના પર ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

‘પંચાયત’

ભારતમાં ‘મિર્ઝાપુર’ અને ‘પંચાયત’ સૌથી વધુ લોકપ્રિય વેબ-સિરીઝમાં સામેલ છે. ‘મિર્ઝાપુર’એ નાના પડદા પર ધૂમ મચાવ્યા બાદ મોટા પડદા પર પણ પોતાનો જાદુ ચલાવ્યો હતો. વેબ-સિરીઝની સફળતા બાદ એના પર ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. હવે ‘પંચાયત’ના ફિલ્મમેકરો પણ ‘મિર્ઝાપુર’ના રસ્તે આગળ વધી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ‘પંચાયત’માં સચિવજીનો રોલ કરનાર લીડ ઍક્ટર જિતેન્દ્ર કુમારે પણ આ દિશામાં સંકેત આપ્યો છે. ‘પંચાયત’ વેબ-સિરીઝને પણ દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો છે. અત્યાર સુધીમાં એની ચાર સીઝન આવી ચૂકી છે અને હવે પાંચમી સીઝન દર્શકો સમક્ષ આવવાની તૈયારીમાં છે. ફિલ્મમેકરોએ ૨૩ નવેમ્બરે પાંચમી સીઝનનું ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ટ્રેલર પછી સિરીઝના લીડ ઍક્ટર જિતેન્દ્ર કુમારે ભવિષ્યના આયોજન વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘લોકો આ સિરીઝ સાથે જોડાયેલા છે. એની પાંચ સીઝન આવી ચૂકી છે અને દર્શકોનો એક વર્ગ પણ તૈયાર થઈ ગયો છે. મોટા પડદા પર એને જોવાનો એક અલગ જ દૃષ્ટિકોણ અને ઉત્સાહ હોય છે જે આપણને ‘મિર્ઝાપુર’ના માધ્યમથી જોવા મળ્યો. જોકે આ વાત હજી ઘણી આગળની છે. અત્યારે આ વિશે કહેવા માટે મારી પાસે વિશેષ માહિતી નથી.’

mirzapur bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood web series amazon prime prime video entertainment news