હું હવે વરુણ ધવનના પિતા તરીકે જ જીવન જીવવા માગું છું

22 April, 2026 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈ જવાની તો ઇશ્ક હોના હૈ કદાચ તેમની ડિરેક્ટર તરીકે છેલ્લી ફિલ્મ હોવાની ડેવિડ ધવનની જાહેરાત

ડેવિડ ધવનની વરુણ ધવનને લીડ રોલમાં ચમકાવતી ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ બાવીસ મેના રિલીઝ થશે

વરુણ ધવનને લીડ રોલમાં ચમકાવતી ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ બાવીસ મેના દિવસે રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે એના ડિરેક્ટર ડેવિડ ધવને એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન જણાવ્યું હતું કે ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ કદાચ ડિરેક્ટર તરીકે તેમની છેલ્લી ફિલ્મ હોઈ શકે છે. ડેવિડ ધવને પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જણાવ્યું કે હવે તેમને વધુ ફિલ્મો બનાવવી યોગ્ય નથી લાગતી અને આ ફિલ્મ બાદ તે માત્ર પોતાના પુત્ર વરુણ ધવનના પિતા તરીકે જ જીવન જીવવા માગે છે.

ત્રણ દાયકાથી વધુ લાંબી કરીઅર દરમ્યાન ૪૫થી વધુ ફિલ્મો સાથે ડેવિડ ધવને હિન્દી સિનેમામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે સંજય દત્ત, અનિલ કપૂર, ગોવિંદા અને સલમાન ખાન જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું છે તેમ જ પોતાની ફિલ્મમેકિંગ સ્ટાઇલ માટે પોતાના ગુરુ મનમોહન દેસાઈને શ્રેય આપ્યું છે.

varun dhawan david dhawan upcoming movie entertainment news bollywood bollywood news