15 April, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહાન પાંડે અને મોહિત સૂરિ
અહાન પાંડેએ ગયા વર્ષે મોહિત સૂરિની ફિલ્મ ‘સૈયારા’ દ્વારા સફળ ડેબ્યુ કર્યું હતું જેને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી હતી. હાલમાં અહાન ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ગૅન્ગસ્ટર-રોમૅન્ટિક ડ્રામામાં કામ કરી રહ્યો છે. આ સંજોગોમાં રિપોર્ટ છે કે અહાન ફરી એક વાર મોહિત સૂરિ સાથે કામ કરવા જઈ રહ્યો છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ એક રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ હશે.
મળતી માહિતી પ્રમાણે મોહિત સૂરિ પાસે પહેલાં એક એવી વાર્તા હતી જેમાં મોટી ઉંમરનો પુરુષ અને નાની ઉંમરની યુવતીની સ્ટોરી હતી અને એમાં રણબીર કપૂરને કાસ્ટ કરવાની યોજના હતી. જોકે પરિસ્થિતિ બદલાતાં આદિત્ય ચોપડાએ સલાહ આપી કે આ ફિલ્મ અહાન પાંડે સાથે બનાવવી જોઈએ. હવે આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે.