18 November, 2025 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહાન પાંડે
‘સૈયારા’થી રાતોરાત સુપરસ્ટાર બન્યા પછી અહાન પાંડેએ પોતાની આગામી ઍક્શન ફિલ્મ માટે પર્ફેક્ટ બૉડી બનાવવા ભારે વર્કઆઉટ કરવું પડશે. અહાને ફિલ્મ બૉડી મસલ્સ વધારવા અને સ્ટ્રેંગ્થ ગેઇન કરવા દરરોજ પાંચ કલાક સુધી ઇન્ટેન્સ ટ્રેઇનિંગ લેવી પડશે.
અહાનની આ તૈયારી વિશે ફિલ્મ સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપતાં કહ્યું હતું કે ‘અહાન પહેલાં બૉક્સિંગની ટ્રેઇનિંગ લેશે. એ પછી મિક્સ્ડ માર્શલ આર્ટ્સ અને હાર્ડકોર સ્ટ્રેંગ્થ ટ્રેઇનિંગ લેશે. સ્ક્રીન પર પ્રભાવશાળી દેખાવા માટે અહાને મજબૂત શરીર બનાવવું પડશે અને એ માટે દરરોજ લગભગ પાંચ કલાકની આકરી ટ્રેઇનિંગ લેવી પડશે. આ ફિલ્મમાં તે એવી વ્યક્તિના રોલમાં છે જે માત્ર પોતાની દમદાર તાકાતથી લોકોનો સામનો કરી શકે. આ ફિલ્મમાં અહાનનો લુક એકદમ સીક્રેટ રાખવામાં આવશે અને તેને જોઈને લોકો બહુ સરપ્રાઇઝ થશે.’