અહાન શેટ્ટી બનશે સનકી

22 April, 2026 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બૉર્ડર 2’ પછી અહાને ડિરેક્ટર ટીનુ દેસાઈની ફિલ્મ સાઇન કરી છે

અહાન શેટ્ટી

સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીએ ૨૦૨૧માં આવેલી ફિલ્મ ‘તડપ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અહાન આ જ પ્રોડક્શન હાઉસની ‘સનકી’ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો હતો, પરંતુ એ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહોતો. જોકે હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘બૉર્ડર 2’ પછી અહાને ડિરેક્ટર ટીનુ દેસાઈની ફિલ્મ સાઇન કરી છે. મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં આ ફિલ્મ કોઈ બીજા નામથી બનાવવાની યોજના હતી, પરંતુ ડિરેક્ટરની ઇચ્છા ‘સનકી’ નામ જ રાખવાની હતી. જોકે ‘સનકી’ ટાઇટલનો હક સાજિદ નડિયાદવાલા પાસે હતો તેથી અહાને સીધો તેનો સંપર્ક કર્યો. આ પછી સાજિદે કોઈ શરત વિના આ ટાઇટલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી.

ahan shetty upcoming movie sajid nadiadwala entertainment news bollywood bollywood news