શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીનો છૂપી રીતે વીડિયો બનાવ્યો, રવિના ટંડને ગુસ્સે ભરાઈ

08 July, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રવિના ટંડને શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીને પૂછ્યા વિના ગુપ્ત રીતે તેમનો વીડિયો બનાવવા બદલ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વીડિયો ક્લિપમાં શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી વ્હાઇટ આઉટફિટમાં દેખાઈ રહ્યા છે અને ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છે.

શ્રદ્ધા કપૂરનો તેના બૉયફ્રેન્ડ રાહુલ મોદી સાથેનો વાયરલ વીડિયો (તસવીર: સોશિયલ મીડિયા)

અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં ફિલ્મ રાઇટર રાહુલ મોદીને ડેટ કરી રહી છે. બન્ને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી અને રાહુલ મોદીનો એક વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. આ વીડિયો તેમની પરવાનગી વગર રેકોર્ડિંગ કરવામાં આવ્યો હોવાના આરોપ કરવામાં આવી રહ્યા છે. તેઓ બન્ને પ્લેનમાં સાથે જોવા મળ્યા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. પરંતુ રવિના ટંડન આ વીડિયો પર ગુસ્સે થઈ ગઈ હતી. તેણે ઍરલાઇનના ક્રૂ મેમ્બરને ઠપકો આપ્યો છે.

રવિના ટંડને શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીને પૂછ્યા વિના ગુપ્ત રીતે તેમનો વીડિયો બનાવવા બદલ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વીડિયો ક્લિપમાં શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી વ્હાઇટ આઉટફિટમાં દેખાઈ રહ્યા છે અને ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છે. અહીં બન્ને કંઈક વાત કરી રહ્યા છે, આ દરમિયાન ક્રૂ મેમ્બરમાંથી એકે બન્નેનો ગુપ્ત રીતે વીડિયો બનાવ્યો હતો. આ દરમિયાન, અભિનેત્રી રાહુલને તેના ફોન પર કંઈક બતાવી રહી છે. વીડિયોમાં, અકાસા ઍરલાઇન્સના એક ક્રૂ મેમ્બર ગુપ્ત રીતે બન્નેનું રેકોર્ડિંગ કરતા જોઈ શકાય છે.

રવિના ટંડન ઍરલાઇનના ક્રૂ પર ભડકી ગઈ

આ વીડિયોને લઈને હવે રવિના ટંડનને પોતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. તેણે લખ્યું, `આ ગોપનીયતા (પ્રાઈવસી) નું ઉલ્લંઘન છે. ક્રૂને સારી રીતે ખબર હોવી જોઈએ કે તેમણે આવું ન કરવું જોઈએ. તેમણે બન્નેની સંમતિ લેવી જોઈતી હતી. ક્રૂ મેમ્બરો પાસેથી આવું થવાની અપેક્ષા નહોતી.` તે જ સમયે, કેટલાક લોકો તેને ચાહકોનો મોમેન્ટ કહી રહ્યા છે તો કેટલાક તેને ગોપનીયતાનું ઉલ્લંઘન કહી રહ્યા છે.

શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીની મુલાકાત

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી જામનગરમાં જોવા મળ્યા હતા. બન્ને ઇવેન્ટ માટે રવાના થયા હતા અને ઍરપોર્ટ પર જોવા મળ્યા હતા. રાહુલ મોદી `પ્યાર કા પંચનામા 2`, `સોનુ કે ટીટુ કી સ્વીટી`, `તુ ઝૂઠી મેં મક્કર` ના લેખક તરીકે જાણીતો છે. તે શ્રદ્ધાને રણબીર કપૂર સ્ટારર ફિલ્મના સેટ પર મળ્યા હતા. અહીં તેઓ મિત્ર બન્યા અને પછી પ્રેમમાં પડ્યા હોવાનું કહેવાય છે.

ફિટનેસ માટે પણ જાણીતી છે શ્રદ્ધા

શ્રદ્ધા કપૂર પોતાની ઍક્ટિંગ-સ્કિલ અને આકર્ષક લુક માટે જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. શ્રદ્ધાની ફિટનેસ અને ટોન્ડ બૉડી તેને આકર્ષક પર્સનાલિટી આપે છે. પોતાની ફિટનેસ જાળવવા માટે શ્રદ્ધા પૈસાની સામે નથી જોતી. મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાની ફિટનેસ-ટ્રેઇનર સિન્ડી જૉર્ડન છે. સિન્ડી અન્ય બૉલીવુડ-સ્ટાર્સ તેમ જ જૅકલિન ફર્નાન્ડિસ સાથે કામ કરે છે અને તેની ઇન્ટેન્સ વર્કઆઉટ શૈલી માટે જાણીતી છે. રિપોર્ટ પ્રમાણે શ્રદ્ધા ફિટનેસ-ટ્રેઇનર સિન્ડીને મહિને ૩૦,૦૦૦ રૂપિયા ફી આપે છે જે તેની ફિટનેસયાત્રા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

shraddha kapoor raveena tandon viral videos bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news