કઝિનનાં લગ્નમાં ઐશ્વર્યાએ સપરિવાર હાજરી આપી

31 March, 2025 04:20 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ઐશ્વર્યા રાયે તાજેતરમાં પુણેમાં તેના કઝિનનાં લગ્નમાં સપરિવાર હાજરી આપી હતી. પુણેમાં યોજાયેલા પારિવારિક ફંક્શનમાંના ઍશ, અભિષેક અને આરાધ્યાના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ અને એમાં અભિષેક-ઐશ્વર્યા દીકરી આરાધ્યા અને પરિવારજનો સાથે ખુશી-ખુશી પોઝ આપ્યા.

ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચનના વાયરલ ફોટોઝ

ઐશ્વર્યા રાયે તાજેતરમાં પુણેમાં તેના કઝિનનાં લગ્નમાં સપરિવાર હાજરી આપી હતી. એ સમયે તેની સાથે પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન પણ હતાં. આ લગ્નના સેલિબ્રેશનના કેટલાક ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે અને એમાં અભિષેક-ઐશ્વર્યા દીકરી આરાધ્યા અને પરિવારજનો સાથે ખુશી-ખુશી પોઝ આપતાં જોવા મળ્યાં હતાં.

હકીકતમાં ઐશ્વર્યાની મમ્મીના પરિવાર તરફની પિતરાઈ શ્લોકા શેટ્ટીના ભાઈનાં લગ્ન હતાં અને એમાં ઐશ્વર્યાએ પતિ અને દીકરી સાથે હાજરી આપી હતી. શ્લોકા શેટ્ટીના એક મિત્રએ રેડિટ પર આ ફંક્શનના ફોટો શૅર કરી દીધા હતા.

aishwarya rai bachchan abhishek bachchan aaradhya bachchan celebrity wedding social media bollywood buzz bollywood gossips bollywood events bollywood news bollywood entertainment news pune