03 November, 2025 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુત્રવધૂ ઐશ્વર્યા રાયના બર્થ-ડે પર બચ્ચન-પરિવારે સોશ્યલ મીડિયા પર કરી ઉપેક્ષા
પહેલી નવેમ્બરે ઐશ્વર્યા રાય બચ્ચનની બાવનમી વર્ષગાંઠ હતી. એ દિવસે ઐશ્વર્યાને સોશ્યલ મીડિયા પર ફૅન્સની ઘણીબધી શુભેચ્છાઓ મળી હતી, પણ બચ્ચન-પરિવારમાંથી કોઈએ ઐશ્વર્યાને સોશ્યલ મીડિયા કે પબ્લિક પ્લૅટફૉર્મ પર જન્મદિવસની શુભેચ્છા નહોતી આપી. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન અને શ્વેતા નંદા એમ તમામ સભ્યો સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ છે ત્યારે તેમનું આ પ્રકારનું વલણ આશ્ચર્યનું કારણ બન્યું છે. તેમના આવા વર્તનને કારણે ફરી એક વાર બચ્ચન-પરિવારમાં મતભેદ હોવાની ચર્ચા થવા માંડી છે.