22 May, 2025 07:06 AM IST | France | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાય બચ્ચન
અત્યાર સુધી ઐશ્વર્યા રાય બચ્ચને ૨૧ વખત ફ્રાન્સમાં યોજાતા કાન ફેસ્ટિવલમાં હાજરી આપી છે. તેણે ૨૦૦૨માં સૌથી પહેલી વખત ‘દેવદાસ’ના સ્ક્રીનિંગમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી અને ત્યારથી લગભગ દર વર્ષે એકાદ-બે બ્રેક સિવાય કાન ફેસ્ટિવલમાં જોવા મળે જ છે.
ઐશ્વર્યા આ વર્ષે પણ ૭૮મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા દીકરી આરાધ્યા સાથે ફ્રાન્સ પહોંચી ગઈ છે. ફ્રાન્સના ઍરપોર્ટ પર તેમના આગમનના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.