22 November, 2025 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યાએ પિતા કૃષ્ણરાજ રાયની જન્મજયંતી પર આપી ભાવુક શ્રદ્ધાંજલિ
ગુરુવારે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજ રાયની જન્મજયંતી હતી અને આ દિવસે ઐશ્વર્યાએ તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. આ નિમિત્તે ઐશ્વર્યાએ પિતા અને પુત્રી આરાધ્યાની કેટલીક અનસીન તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.
ઐશ્વર્યાએ સોશ્યલ મીડિયા પર પોતાના પિતાની જૂની અને નવી અનેક તસવીરો શૅર કરી હતી જેમાં તેની પુત્રી આરાધ્યા બચ્ચન પણ છે. એક તસવીરમાં ઐશ્વર્યા પિતાની તસવીર સામે આંખો બંધ કરીને પ્રાર્થના કરતી નજરે પડે છે. એક અન્ય તસવીરમાં આરાધ્યા પોતાના નાનાની ગોદમાં દેખાય છે. આ તસવીરો સાથે ઐશ્વર્યાએ કૅપ્શન લખી હતી, ‘જન્મદિવસ મુબારક પ્રિય ડૅડી-અજ્જા. અમારા એન્જલ, હું તમને હંમેશાં પ્રેમ કરતી રહીશ. અાપણી આરાધ્યા હાલમાં ૧૪ વર્ષની થઈ એ સમયે મળેલા અનંત પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.’