અભિષેકનો વનપ્રવેશ

07 February, 2026 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઐશ્વર્યા રાય બચ્ચને બેબી પાપાની બાળપણની તસવીર શૅર કરીને આપી શુભેચ્છા, અભિષેક બચ્ચને પાંચમી ફેબ્રુઆરીએ પચાસ વર્ષ પૂરાં કરીને એકાવનમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચને આ પ્રસંગે પતિ અભિષેકને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી.

અભિષેકનો વનપ્રવેશ

અભિષેક બચ્ચને પાંચમી ફેબ્રુઆરીએ પચાસ વર્ષ પૂરાં કરીને એકાવનમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચને આ પ્રસંગે પતિ અભિષેકને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. આ શુભેચ્છા આપતી વખતે ઐશ્વર્યાએ સોશ્યલ મીડિયા પર અભિષેકની એક જૂની તસવીર શૅર કરી હતી. ક્રૉપ કરેલી આ બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરમાં નાનકડા અભિષેક બચ્ચનની ફક્ત આંખો જ કૅમેરા તરફ જોતી નજર આવે છે. આ તસવીર શૅર કરીને ઐશ્વર્યાએ કૅપ્શન લખી, ‘પ્યારા બેબી પાપાને પચાસમી વર્ષગાંઠની ખૂબ-ખૂબ શુભકામનાઓ. અઢળક પ્રેમ, શાંતિ, ખુશી, સંતોષ અને સારા સ્વાસ્થ્ય સાથે. ભગવાન તમને આશીર્વાદ આપે. હંમેશાં ઝળહળતા રહો, પ્રેમની રોશનીમાં ચમકતા રહો.’

abhishek bachchan aishwarya rai bachchan bollywood buzz happy birthday bollywood news bollywood gossips bollywood entertainment news