11 August, 2026 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગન અને અનુપ સોની
સોની ટીવી ‘ક્રાઇમ પૅટ્રોલ’ની નવી સીઝન શરૂ કરવાની તૈયારીમાં છે. જોકે આ વખતે શોના ચાહકો માટે સૌથી મોટું સરપ્રાઇઝ એ છે કે અજય દેવગન નૅરેટરની ભૂમિકામાં જોવા મળશે. એક રિપોર્ટ મુજબ અજયે શોના પ્રોમોનું શૂટિંગ પણ કરી લીધું છે. ‘ક્રાઇમ પૅટ્રોલ’ની નવી સીઝન આગામી મહિને શરૂ થવાની શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે આ સીઝનમાં અપરાધની નવી અને અલગ-અલગ વાર્તાઓ દર્શાવવામાં આવશે. સાથે જ છેલ્લાં કેટલાક વર્ષોમાં અપરાધ કરવાની રીતોમાં કેવા ફેરફારો આવ્યા છે એ પણ બતાવવામાં આવશે.
અજય પણ ‘ક્રાઇમ પૅટ્રોલ’ જેવા લોકપ્રિય શોનો હિસ્સો બનવા માટે ખૂબ ઉત્સાહિત છે. અજયે શૂટ કરેલો પ્રોમો નિર્માતાઓ ટૂંક સમયમાં રિલીઝ કરશે. ‘ક્રાઇમ પૅટ્રોલ’ બે દાયકાથી પણ વધુ સમયથી સોની ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. આ શોનું પ્રથમ પ્રસારણ ૨૦૦૩ની ૯ મેએ થયું હતું. એમાં વાસ્તવિક જીવનના અપરાધના કિસ્સાઓને નાટકીય અંદાજમાં રજૂ કરીને એની પાછળની હકીકતો દર્શાવવામાં આવે છે.