12 April, 2026 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂત બંગલાના પ્રમોશન માટે આવેલા અક્ષય કુમારને જોઈને નોએડાના મૉલમાં થઈ પડાપડી
અક્ષય કુમાર હાલમાં ‘ભૂત બંગલા’ની રિલીઝ માટે તૈયારીઓ કરી રહ્યો છે. આ ફિલ્મના પ્રમોશન માટે બુધવારે નોએડાના એક મૉલમાં વામિકા ગબ્બી અને રાજપાલ યાદવ સાથે પ્રમોશનલ ઇવેન્ટ માટે પહોંચ્યો હતો. અક્ષય કુમારના આગમન સાથે જ મૉલમાં ફૅન્સનો ભારે જમાવડો થયો હતો. આ ઘટનાના વિડિયોમાં જોવા મળે છે કે અક્ષયને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા જેને જોઈને અક્ષય પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એક અન્ય વિડિયોમાં કેટલાક ફૅન્સ અક્ષય કુમારને જોવા માટે એસ્કેલેટરના હૅન્ડરેલ પર ચડતા પણ જોવા મળ્યા, જેનાથી ત્યાં હાજર અન્ય લોકો ચોંકી ગયા હતા. એકતા કપૂર દ્વારા શૅર કરાયેલા આ ભીડના વિડિયોમાં અક્ષય કહે છે કે ‘મને આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને લગભગ ૩૬ વર્ષ થઈ ગયાં છે, પરંતુ મેં ક્યારેય કોઈ મૉલમાં આટલી મોટી ભીડ નથી જોઈ.’