૧૯ ઑગસ્ટે થિયેટર્સમાં આવશે અક્ષયકુમારની ‘બેલ બૉટમ’

31 July, 2021 03:14 PM IST  |  Mumbai | Agency

ફિલ્મનું શૂટિંગ ગ્લાસગો અને સ્કૉટલૅન્ડમાં કરવામાં આવ્યું હતું. રણજિત એમ. તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે વાણી કપૂર, લારા દત્તા ભૂપતિ અને હુમા કુરેશી જોવા મળશે.

૧૯ ઑગસ્ટે થિયેટર્સમાં આવશે અક્ષયકુમારની ‘બેલ બૉટમ’

અક્ષયકુમારની ‘બેલ બૉટમ’ આ વર્ષે ૧૯ ઑગસ્ટે થિયેટર્સમાં  રિલીઝ થવાની છે. કોરોના વાઇરસ અને બે વખત લાગેલા લૉકડાઉનને કારણે આ ફિલ્મની રિલીઝ સતત ઠેલાતી રહી હતી. આ થ્રિલર ૧૯૮૦ની ઘટના પર આધારિત છે. ફિલ્મનું શૂટિંગ ગ્લાસગો અને સ્કૉટલૅન્ડમાં કરવામાં આવ્યું હતું. રણજિત એમ. તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે વાણી કપૂર, લારા દત્તા ભૂપતિ અને હુમા કુરેશી જોવા મળશે. ફિલ્મની રિલીઝની જાહેરાત કરતાં ટ્વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘મોટી સ્ક્રીન પર તમને મનોરંજન પૂરું પાડવાના મિશનની તારીખ ૨૦૨૧ની ૧૯ ઑગસ્ટ છે. ‘બેલ બૉટમ’ની રિલીઝની આ જાહેરાત છે.’

bollywood news bollywood akshay kumar bollywood gossips