ધુરંધરના ૨૬/૧૧ના આતંકી હુમલાના સીન વખતે રોઈ પડ્યા હતા અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ

22 February, 2026 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં દેખાડવામાં આવેલા ૨૬/૧૧ના આતંકી હુમલાના દૃશ્યના શૂટિંગ વખતે સેટ પર પણ ઇમોશનલ વાતાવરણ સર્જાઈ ગયું હતું.

ધુરંધર સીન

ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’નો પ્રભાવ માત્ર બૉક્સ-ઑફિસ પર જ નહીં પરંતુ દર્શકોના મન પર પણ પડ્યો છે. ફિલ્મમાં દેખાડવામાં આવેલા ૨૬/૧૧ના આતંકી હુમલાના દૃશ્યના શૂટિંગ વખતે સેટ પર પણ ઇમોશનલ વાતાવરણ સર્જાઈ ગયું હતું.

સેટ પરના આ વાતાવરણ વિશે વાત કરતા ફિલ્મમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ અજય સાન્યાલનું પાત્ર ભજવનાર આર. માધવને કહ્યું છે, ‘ફિલ્મમાં દેખાડવામાં આવેલા ૨૬/૧૧ના આતંકી હુમલાના દૃશ્યમાં પાત્રો હુમલાનો જશ્ન મનાવતાં દેખાય છે. આ સીન પૂર્ણ થયા બાદ અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પોતાને સંભાળી શક્યા નહોતા અને રોઈ પડ્યા હતા. તેમના માટે આ માત્ર અભિનય નહોતો, પરંતુ એ સમયની ભયાનક યાદોને ફરી જીવવાનો અનુભવ હતો. આ સમયે સેટ પર થોડા સમય માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી. દરેક વ્યક્તિ એ ક્ષણની ગંભીરતાને અનુભવી રહી હતી.’

dhurandhar aditya dhar arjun rampal akshaye khanna bollywood buzz bollywood news bollywood entertainment news 26 11 attacks