29 September, 2026 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના
અક્ષય ખન્નાએ મલબાર હિલમાં ૩૩.૨૬ કરોડ રૂપિયાનો લક્ઝરી ફ્લૅટ ખરીદ્યો છે. આ પ્રૉપર્ટીની ડીલ સપ્ટેમ્બરમાં થઈ હતી. અક્ષયનો આ ફ્લૅટ મલબાર હિલ રોડ પર આવેલા ૩૦ લિટલ ગિબ્સ ખાતે છે. રજિસ્ટ્રેશનની વિગતો પ્રમાણે ફ્લૅટનો કાર્પેટ એરિયા ૨૩૪૧.૩૯ સ્ક્વેર ફુટ છે. આ ઉપરાંત એમાં ૧૭૫.૪૫ સ્ક્વેર ફુટનો બાલ્કની એરિયા પણ છે. આ રીતે ફ્લૅટનું કુલ ક્ષેત્રફળ ૨૫૧૬.૮૪ સ્ક્વેર ફુટ થાય છે.