આલિયા ભટ્ટના બૉડીગાર્ડે સેલ્ફી લેવા આવેલા ફૅનને જોરથી ધક્કો મારી દીધો

13 September, 2026 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડોન્ટ બી શાય’ના ટ્રેલર લૉન્ચ બાદ તેના બૉડીગાર્ડે સેલ્ફી લેવા નજીક આવેલા એક ચાહકને જોરથી ધક્કો માર્યો હોવાનો વિડિયો વાઇરલ થયો છે. ઘટનાને લઈને સોશ્યલ મીડિયા પર બૉડીગાર્ડના વર્તનની ટીકા થઈ રહી છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ શુક્રવારે પોતાની કંપનીની ફિલ્મ ‘ડોન્ટ બી શાય’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં હાજર રહી હતી. આ ફિલ્મ પચીસ સપ્ટેમ્બરે ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. જોકે ઇવેન્ટ બાદ આલિયાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે જેમાં તેના બૉડીગાર્ડને એક ફૅનને ધક્કો મારતો જોઈ શકાય છે.
હકીકતમાં ઇવેન્ટ પૂરી થયા બાદ આલિયા સ્થળ પરથી નીકળી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં ચાહકો તેની આસપાસ ભેગા થઈ ગયા હતા અને તેની સાથે તસવીરો તથા સેલ્ફી લેવા પ્રયત્ન કરી રહ્યા હતા. આલિયા શાંતિપૂર્વક ચાહકો સાથે પોઝ આપી રહી હતી, પણ એ દરમ્યાન એક ચાહક સેલ્ફી લેવા નજીક આવ્યો ત્યારે બૉડીગાર્ડે તેને પાછળ ધકેલી દીધો. બૉડીગાર્ડે એક વખત ચાહકને દૂર કર્યો હતો, પણ તે ફરી સેલ્ફી લેવા આગળ વધ્યો ત્યારે બૉડીગાર્ડે તેને આલિયાથી દૂર કરવા માટે જોરથી ધક્કો માર્યો. આ સમગ્ર ઘટના કૅમેરામાં કેદ થતાં એનો વિડિયો હવે ચર્ચામાં આવ્યો છે. આ ઘટના બાદ અનેક લોકોએ બૉડીગાર્ડના વર્તન પર નારાજગી વ્યક્ત કરી છે જેના કારણે સોશ્યલ મીડિયામાં વિવાદ થયો છે.

alia bhatt trailer launch teaser release upcoming movie latest trailers latest films amazon amazon prime entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood