03 February, 2026 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. તે ૨૦૨૨માં મમ્મી બની હતી અને ત્યારથી તે ઓછી ફિલ્મોમાં જોવા મળી રહી છે. હવે આલિયાએ પોતે ખુલાસો કર્યો છે કે તેને હવે એક દીકરી છે ત્યારે તે એકસાથે ઘણીબધી ફિલ્મોમાં કામ કરવાને બદલે એક સમયે એક જ ફિલ્મમાં કામ કરવા માટે કમ્ફર્ટેબલ છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં કામ કરવાની પોતાની સ્ટાઇલ વિશે તેણે કહ્યું, ‘હવે મારી કામ કરવાની ક્ષમતા અને ગતિ બદલાઈ ગઈ છે, કારણ કે હવે મારે મારી દીકરીને પણ સાચવવાની છે. જોકે અત્યારે કામ કરવાની સ્પીડ કમ્ફર્ટેબલ છે અને હું એનાથી ખુશ છું. મને એક સમયે એક જ ફિલ્મ કરવાનું અને એમાં મારી સમગ્ર ઊર્જા લગાવવાનું વધુ ગમે છે. પહેલાં હું એકસાથે બે કે ત્રણ ફિલ્મો કરતી હતી, હવે એવું કરવાનું મને નથી ગમતું.’