તુમ્બાડ 2માં કંગના રનૌતનું રિપ્લેસમેન્ટ બની આલિયા ભટ્ટ?

03 May, 2026 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા મહિના પહેલાં સમાચાર હતા કે કંગનાને ‘તુમ્બાડ 2’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે.

કંગના રનૌતનું રિપ્લેસમેન્ટ બની આલિયા ભટ્ટ?

હાલમાં ‘તુમ્બાડ 2’નું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે ચર્ચા છે કે ફિલ્મના મહત્ત્વના રોલમાં કંગના રનૌતને બદલે આલિયા ભટ્ટને પસંદ કરવામાં આવી છે. થોડા મહિના પહેલાં સમાચાર હતા કે કંગનાને ‘તુમ્બાડ 2’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. જોકે થોડા દિવસો પહેલાં જ્યારે ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ત્યારે સોશ્યલ મીડિયા પર તેના નામનો કોઈ ઉલ્લેખ નહોતો. હવે એક રિપોર્ટ અનુસાર, નિર્માતાઓએ ફિલ્મમાં ખાસ ભૂમિકા માટે આલિયા ભટ્ટને પસંદ કરી છે. આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી કે ‘તુમ્બાડ 2’માં આલિયાનો સ્ક્રીન-ટાઇમ ઓછો હશે, પરંતુ તેનો રોલ વાર્તામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નિર્માતાઓને એવી વ્યક્તિ જોઈતી હતી જે ઓછા સમય માટે સ્ક્રીનમાં દેખાય પણ રહસ્યને વધારે ગાઢ બનાવે. આલિયા એ માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે.

alia bhatt kangana ranaut bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news