04 June, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા પોતાની ફ્રેન્ડ્સ સાથે પોઝ આપી રહી છે.
આલિયા ભટ્ટ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો સ્ટાર પાવર બતાવ્યા પછી સ્પેનના કોસ્ટા બ્રાવામાં પોતાની બેસ્ટ ફ્રેન્ડ તાન્યાના ડેસ્ટિનેશન વેડિંગમાં સામેલ થવા પહોંચી હતી. આ મૅરેજમાં પોતાની ગર્લ-ગૅન્ગ સાથે ધમાલ-મસ્તી કરતી આલિયાની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. હાલમાં આલિયાની એક મિત્રએ ફંક્શનની કેટલીક તસવીર શૅર કરી છે જેમાં આલિયા પોતાની ફ્રેન્ડ્સ સાથે પોઝ આપી રહી છે. આ સમયે બ્લૅક સ્ટ્રૅપલેસ ગાઉનમાં આલિયા ગજબની સુંદર લાગી રહી છે.