તુમ્બાડ 2માં આલિયા ભટ્ટનો કૅમિયો પણ તુમ્બાડ 3માં લીડ રોલ

17 May, 2026 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘તુમ્બાડ’ ટ્રિલોજીના અંતિમ ભાગમાં આલિયા લીડ રોલમાં જોવા મળશે.

તુમ્બાડ 2માં આલિયા ભટ્ટનો કૅમિયો?

આલિયા ભટ્ટ હાલમાં ‘તુમ્બાડ 2’માં કૅમિયો કરી રહી હોવાની ચર્ચા છે. હજી ‘તુમ્બાડ 2’ રિલીઝ પણ થઈ નથી ત્યાં બીજી તરફ ‘તુમ્બાડ 3’ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે આ હૉરર ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગમાં પણ આલિયા ભટ્ટની એન્ટ્રી થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ આલિયા ‘તુમ્બાડ 2’માં લગભગ ૧૫ દિવસનો કૅમિયો કરી રહી છે. તેનો રોલ ફિલ્મની આખી સ્ટોરી માટે ખૂબ જ મહત્ત્વનો હોવાનું કહેવાય છે. મળતી માહિતી પ્રમાણે આલિયાનું પાત્ર ‘તુમ્બાડ 2’થી આગળ વધીને ‘તુમ્બાડ 3’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘તુમ્બાડ’ ટ્રિલોજીના અંતિમ ભાગમાં આલિયા લીડ રોલમાં જોવા મળશે.

alia bhatt bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news