01 September, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન અને રામ ચરણ તેજા
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રામ ચરણ તેજાનાં દાદી અલ્લુ કનકરત્નમ ગારુનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. તેમણે શુક્રવારે મોડી રાતે ૧.૪૫ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ઉંમર સંબંધી બીમારીઓને કારણે તેમનું અવસાન થયું છે. તેમના નિધન બાદ અલ્લુ અર્જુન મુંબઈ ઍરપોર્ટથી હૈદરાબાદ જવા રવાના થયો હતો જ્યારે રામ ચરણે ‘પેદ્દી’નું શૂટિંગ રદ કર્યું છે. અલ્લુ અર્જુન અને રામ ચરણ તેજા કઝિન્સ છે, કારણ કે તેમના બન્નેના પિતા સગા ભાઈઓ છે. અલ્લુ અર્જુન નિર્માતા અલ્લુ અરવિંદનો પુત્ર છે, જ્યારે રામ ચરણ મેગાસ્ટાર ચિરંજીવીનો પુત્ર છે. અલ્લુ અરવિંદ અને ચિરંજીવી સગા ભાઈઓ છે. આ રીતે અલ્લુ અર્જુન અને રામચરણ પિતરાઈ ભાઈઓ થાય છે.