08 April, 2025 03:21 PM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
અલ્લુ અર્જુને પરિવાર સાથે ઉજવ્યો જન્મદિવસ (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે ૪૩મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના જન્મદિવસે ફિલ્મ જગતના મોટા સિતારાઓએ તેને શુભેચ્છાઓ આપી. અભિનેતાએ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો. જેમાં તેની પત્ની અને બાળકો તેની સાથે હતાં. અલ્લુ અર્જુનના જન્મદિવસે શુભેચ્છાઓ આપતાં તેની પત્ની સ્નેહા રેડ્ડીએ સેલિબ્રેશનની તસવીરો તેમના ફેન્સ સાથે શૅર કરી છે, તો અહીં જુઓ અલ્લુ અર્જુનના જન્મદિવસની કેટલીક ખાસ ક્ષણો
પત્નીએ શૅર કરી સ્ટોરી
અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અભિનેતાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે આ માટે તેણે ફોટોઝ પણ શૅર કર્યા છે. આ તસવીરમાં અલ્લુ અર્જુન પત્ની સ્નેહા અને તેમના બંને બાળકો દીકરો અયાન અને દીકરી અરહા સાથે કેક કાપતો જોવા મળે છે. આ સ્ટોરી શૅર કરતી વખતે તેણે હાર્ટ ઇમોજીનો પણ ઉપયોગ કર્યો છે.
અલ્લુ અર્જુન છેલ્લે જોવા મળ્યો આ ફિલ્મમાં
ફિલ્મ જગતની વાત કરીએ તો તે લેટેસ્ટ ફિલ્મ પુષ્પા 2માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બૉક્સ ઑફિસમાં ધૂમ મચાવી હતી અને કમાણીના બધા જ રેકૉર્ડ્સ તોડ્યા હતા. પુષ્પા 2 એક પૅન ઇન્ડિયા ફિલ્મ છે. જે તેલુગુ સાથે બીજી અન્ય ભાષામાં પણ ભારતમાં રિલીઝ કરવામાં આવી છે. `પુષ્પા : ધ રાઈસ` ૨૦૨૧માં રિલીઝ થઈ. આ બન્ને ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે અભિનેત્રી રશ્મિકા મંદાનાએ કામ કર્યું છે. હવે અલ્લુ અર્જુન નિર્દેશક એટલીની નવી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને ઘણી અફવાઓ આવે છે.
અલ્લુ અર્જુનનો જન્મ ૮ એપ્રિલના ચેન્નઈમાં થયો. તેના પિતા તેલુગુ ફિલ્મના નિર્દેશક અલ્લુ અરવિંદ અને તેમની માતા નિર્મલા. અલ્લુ અર્જુનનો એક નાનો ભાઈ અલ્લુ સીરીશ છે. તેના પરિવારમાંથી તેના કાકા ચીરંજીવી પણ તેલુગુ ફિલ્મના દિગ્ગજ અભિનેતા છે. તેના કરિઅરની શરૂઆત ૨૦૦૩માં ગંગોત્રી ફિલ્મ દ્વારા કરી. નાનપણમાં અલ્લુ અર્જુન વિજેતા નામની ફિલ્મના કામ કર્યું. અલ્લુ અર્જુનને ફિલ્મની સાથે તેલુગુ ગીતના વીડિયોઝમાં પણ કામ કર્યું છે. અલ્લુ અર્જુને ઘણી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે, જેમ કે હૉટસ્ટાર, ફ્રૂટી, રેડ બસ, 7 અપ, કૉ-કૉ કોલા વગેરે..
‘પુષ્પા: ધ રાઈસ’ ફિલ્મ માટે અલ્લુ અર્જુનને નેશનલ ફિલ્મ બેસ્ટ ઍકટર ઍવૉર્ડ પણ મળ્યો છે. ફિલ્મફૅર ઍવૉર્ડ પણ તેલુગુ ફિલ્મ માટે મળ્યો છે.
૩૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ, મુંબઈ પ્રેસ ઇવેન્ટ દરમિયાન શ્રીનિવાસ ગૌડ દ્વારા અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી, જ્યાં અર્જુને તેના ચાહકોનો "સેના" તરીકે ઉલ્લેખ કર્યો હતો. ગૌડને આ સરખામણી અપમાનજનક લાગી, તેમણે દલીલ કરી કે આ સંદર્ભમાં "સેના" શબ્દનો ઉપયોગ સશસ્ત્ર દળો દ્વારા આપવામાં આવેલા બલિદાનને ઓછું કરે છે.