રાકા રિલીઝ થશે બે ભાગમાં?

30 July, 2026 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની બહુચર્ચિત ફિલ્મ ‘રાકા’ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ચર્ચા છે કે ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાની યોજના છે. વર્ષના અંત સુધીમાં શૂટિંગ પૂર્ણ થયા બાદ નિર્માતાઓ સત્તાવાર જાહેરાત કરી શકે છે.

રાકા ફિલ્મ પોસ્ટર

દક્ષિણ ભારતીય સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’ પર હાલમાં જોરશોરથી કામ ચાલી રહ્યું છે અને ફિલ્મમાંથી તેનો લુક પણ સામે આવી ચૂક્યો છે. આ ફિલ્મમાં તેની સાથે લીડ ઍક્ટ્રેસ તરીકે દીપિકા પાદુકોણ જોવા મળશે. હવે ‘રાકા’ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ચર્ચા છે કે આ ફિલ્મને હવે બે ભાગમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. હાલમાં ફિલ્મનું સમગ્ર શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. આ શૂટિંગ પૂર્ણ થયા પછી ટીમ રિલીઝની વ્યૂહરચના નક્કી કરશે અને યોગ્ય સમયે તેની સત્તાવાર જાહેરાત કરશે.
હાલમાં અલ્લુ અર્જુન અને દીપિકા સતત ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અન્ય ઘણા કલાકારો જોડાશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે, પણ નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 

allu arjun deepika padukone upcoming movie south indian film entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood