અલ્લુ અર્જુને પંદરમી લગ્નતિથિએ પત્નીને આપી ૧.૮૧ કરોડ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ

09 March, 2026 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પતિની આ સરપ્રાઇઝ જોઈને સ્નેહા ખુશીથી ઝૂમી ઊઠી હતી અને તેણે પ્રેમથી અલ્લુના ગાલ પર કિસ કરી હતી

હાલમાં અલ્લુ અર્જુનની ટીમે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને તેની પત્ની સ્નેહા રેડ્ડીએ તાજેતરમાં પોતાની ૧૫મી લગ્નતિથિ ઊજવી હતી. આ ખાસ અવસરે બન્નેએ સોશ્યલ મીડિયા પર એકબીજા માટે રોમૅન્ટિક પોસ્ટ શૅર કરી હતી. આ સાથે આ ખાસ દિવસે અલ્લુ અર્જુને પત્ની સ્નેહાને ૧.૮૧ કરોડ રૂપિયાની કાળી ચમકદાર મર્સિડીઝ-બેન્ઝ કાર ગિફ્ટ આપી છે.

હાલમાં અલ્લુ અર્જુનની ટીમે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં અલ્લુ અર્જુન ખૂબ પ્રેમથી કારની ચાવી સ્નેહાને આપતો જોવા મળે છે. એ સમયે અલ્લુ અર્જુનના પપ્પા અલ્લુ અરવિંદ અને તેમનાં બાળકો અયાન તથા અરહા પણ ખૂબ ખુશ હતાં. પતિની આ સરપ્રાઇઝ જોઈને સ્નેહા ખુશીથી ઝૂમી ઊઠી હતી અને તેણે પ્રેમથી અલ્લુના ગાલ પર કિસ કરી હતી. આ વિડિયો સાથે શૅર કરાયેલી કૅપ્શનમાં લખાયું હતું, ‘પ્રેમ અને સુંદર સાથનાં ૧૫ વર્ષ. આઇકન સ્ટાર અલ્લુ અર્જુન તરફથી સ્નેહા રેડ્ડી માટે ઍનિવર્સરી પર એક ખાસ સરપ્રાઇઝ. ખરેખર એક ખૂબ જ સુંદર ક્ષણ.’

allu arjun entertainment news bollywood bollywood news