16 September, 2025 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમીષા પટેલ
અમીષા પટેલે હાલમાં તેના એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડનાં કેટલાંક રહસ્યો પરથી પડદો ઉઠાવીને એની પોલ ખોલી હતી. અમીષાએ કહ્યું હતું કે ‘બૉલીવુડમાં ૯૦ ટકા સેલિબ્રિટીઓના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ ખરીદેલા હોય છે. એજન્સીઓ સેલિબ્રિટીનો સંપર્ક કરે છે અને મોટી રકમ માગે છે. સાથે જ એના બદલામાં તેઓ લાખો ફૉલોઅર્સ આપવાનું વચન આપે છે. એજન્સીએ અમારા બધાનો સંપર્ક કર્યો છે. ઘણી સેલિબ્રિટીઓનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સના ફૉલોઅર્સનો મોટો હિસ્સો પેઇડ હોય છે. આ ઑર્ગેનિક ફૉલોઅર્સ નથી. મારી પાસે ઘણી વખત પૈસા માગવામાં આવ્યા છે, પરંતુ મેં હંમેશાં ના પાડી છે. મને મારા અસલી ચાહકો ગમે છે. હું નથી ઇચ્છતી કે લોકો મને એટલા માટે ફૉલો કરે કે મેં એના માટે પૈસા આપ્યા હોય. મારું સોશ્યલ મીડિયા અકાઉન્ટ રિયલ છે. હું ક્યારેય કોઈ ફોટોશૂટ પોસ્ટ નથી કરતી. મારો ફોટો જેવો હોય છે એવો જ અપલોડ કરું છું. મારી તસવીરોમાં પર્ફેક્ટ કમ્પોઝિશન, કૅપ્શન અને ફૉન્ટ યોગ્ય નથી હોતાં. હું ઇચ્છું છું કે હું જેવી છું એવી જ દેખાઉં. પહેલેથી કંઈ પ્લાન્ડ નથી હોતું.’