08 September, 2026 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમીષા પટેલ અને હાર્દિક પંડ્યા
અમીષા પટેલ હાલમાં કોલોબાની ધ તાજ પૅલેસ હોટેલમાં જોવા મળી હતી, જ્યાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ હાજર હતો. આ દરમ્યાન બન્ને વાતચીત કરતાં જોવા મળ્યાં હતાં. અમીષા એક તબક્કે હાર્દિકની પોતાના મિત્રો સાથે ઓળખાણ કરાવતી અને હાર્દિકના ખભા પર હાથ રાખીને વાત કરતી જોવા મળી હતી. આ વાતચીતનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ કેટલાક યુઝર્સે દાવો કર્યો કે અમીષા અને હાર્દિક વચ્ચે માત્ર મિત્રતા કરતાં પણ વધુ કંઈક છે. ખાસ વાત તો એ છે કે અમીષા રિયલ લાઇફમાં હાર્દિક કરતાં આશરે ૧૭ વર્ષ મોટી છે, પણ આમ છતાં તેમની રિલેશનશિપની ચર્ચા ચાલી હતી.
સોશ્યલ મીડિયા પર એક વ્યક્તિએ વિડિયો શૅર કરીને લખ્યું કે પાર્ટી દરમ્યાન અમીષાએ હાર્દિકના ખભા પર જે રીતે હાથ રાખ્યો એનાથી તેમના વિશે ચાલી રહેલી અફવાઓ સાચી લાગે છે.
આ પોસ્ટ અમીષાની નજરે પડતાં તેણે એનો સ્ક્રીનશૉટ શૅર કરીને આકરો જવાબ આપતાં લખ્યું હતું કે ‘બિલકુલ સાચું કહ્યું... ઓહ ગૉડ, તું એકદમ સાચો છે. મારી હાથ રાખવાની રીત કેટલી રોમૅન્ટિક હતીને. હું તને ઓળખતી નથી, પણ ખાતરી છે કે તારા મિત્રોમાં એક પણ છોકરી નહીં હોય. આવી પોસ્ટ કરતાં પહેલાં કોઈ છોકરીને મિત્ર બનાવી લે.’
આવું સ્લોગન લખેલું ટી-શર્ટ પહેરીને બાહર નીકળેલી પ્રીતિ ઝિન્ટા આકર્ષણનું કેન્દ્ર બની
પ્રીતિ ઝિન્ટા હાલમાં એકદમ કૅઝ્યુઅલ અને આરામદાયક લુકમાં જાહેરમાં જોવા મળી હતી. આ સમયે તેણે પહેરેલું ટી-શર્ટ ચર્ચાનો વિષય બની ગયો છે. આ સમયે પ્રીતિએ ‘ટીમ તુકારામ મુંઢે’ લખેલું કાળું ટી-શર્ટ પહેર્યું હતું જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રીતિએ આ સ્લોગન લખેલા કાળા ટી-શર્ટ સાથે ક્લાસિક બ્લુ જીન્સ, સ્ટાઇલિશ ઘડિયાળ અને સફેદ સ્પોર્ટ્સ શૂઝ પહેર્યાં હતાં.