હું મારું આખું જીવન માત્ર કોઈની પત્ની બનીને પસાર કરવા માગતી નહોતી

10 June, 2026 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમીષા પટેલે ૫૧ વર્ષની ઉંમર સુધી લગ્ન ન કરવાનું કારણ જણાવ્યું

અમીષા પટેલ

અમીષા પટેલની ગણતરી બૉલીવુડની ગ્લૅમરસ અભિનેત્રીઓમાં થાય છે. જોકે ૫૧ વર્ષની ઉંમરે પણ અમીષાએ લગ્ન નથી કર્યાં જેને લઈને અવારનવાર સવાલો ઊઠતા રહે છે. હાલમાં અમીષાએ પોતે જ અત્યાર સુધી લગ્ન ન કરવાના કારણનો ખુલાસો કર્યો હતો.

અમીષાએ લગ્ન ન કરવાના કારણ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘મને હજુ સુધી એવી વ્યક્તિ નથી મળી છે જે મારી અપેક્ષાઓ પર ખરી ઊતરે. હું અમીષા પટેલ છું અને હું જેવી છું એવી બનીને જ ખુશ છું. હું જે રીતે મારું જીવન જીવી રહી છું એનાથી ખૂબ ખુશ છું. મને જીવનસાથીની ખોટ અનુભવાતી નથી. હું મારા કામમાં એટલી વ્યસ્ત છું કે લગ્ન માટે કોઈ જગ્યા જ નથી. હું જેટલા પણ લોકોને મળી, એમાંના મોટા ભાગના લોકો ઇચ્છતા હતા કે લગ્ન પછી હું ઘરે જ રહું અને કામ ન કરું. આ વાત મને બિલકુલ પસંદ નહોતી. હું મારું આખું જીવન માત્ર કોઈની પત્ની બનીને પસાર કરવા માગતી નહોતી.’

ameesha patel bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news sex and relationships