05 July, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
આજે આમિર ખાન તેની પાર્ટનર ગૌરી સ્પ્રૅટ સાથે ત્રીજાં લગ્ન કરવાનો છે. લગ્નનું આ ફંક્શન આમિરના પાલી હિલ ખાતે આવેલા ઘરે સાદગીથી નજીકના મિત્રો અને પરિવારજનો સાથે ઊજવવામાં આવશે. આ લગ્ન સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ હેઠળ રજિસ્ટર કરવામાં આવશે. હાલમાં શહેરમાં ભારે વરસાદનો માહોલ છે પણ ગઈ કાલે આ વાતાવરણમાં પણ લગ્ન માટે આમિરના ઘરની પુરજોશમાં સજાવટ થઈ રહી હતી. સોશ્યલ મીડિયામાં ચર્ચામાં આવેલા આ તૈયારીના વિડિયોમાં ઘરની બહાર ટેન્ટ બનાવવાથી માંડીને ખુરસીઓ ગોઠવવા સહિતની તૈયારીઓ ભારે વરસાદમાં પણ જોરશોરથી ચાલી રહી છે.
મુશળધાર વરસાદ વચ્ચે પણ જિમમાં પરસેવો પાડી રહ્યો છે વિકી કૌશલ
વિકી કૌશલે સાબિત કર્યું છે કે ફિટનેસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા કોઈ પણ હવામાનથી પ્રભાવિત થતી નથી. ભારે ચોમાસા વચ્ચે પણ વિકી જિમમાં આકરું વર્કઆઉટ કરતો જોવા મળ્યો હતો. તેણે પોતાના વર્કઆઉટ સેશનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું, ‘નો ડેઝ ઑફ.’ વિકીએ શૅર કરેલા બ્લૅક ઍન્ડ વાઇટ વિડિયોમાં તે આખા શરીરના સ્નાયુઓને મજબૂત બનાવતી ઇન્ટેન્સ બેર ક્રૉલ એક્સરસાઇઝ કરતો જોવા મળે છે.