16 April, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિતાભ બચ્ચને કરેલી ટ્વિટ (તસવીર સૌજન્ય: ટ્વિટર)
બૉલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન 82 વર્ષની ઉમરે પણ ફિલ્મોમાં અને સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેઓ દરરોજ X (Twitter) પર પોતાના વિચારો શૅર કરતા રહે છે. તાજેતરમાં અમિતાભ બચ્ચને X પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે તેમના મનની એક ચિંતા શૅર કરી અને પોતાના ફોલોવર્સથી ઉપાય પૂછ્યો હતો. આ પછી તો યુઝર્સે એવી એવી સલાહ આપી કે આખું કમેન્ટ બોક્સ રમુજી સલાહોથી ભરાઈ ગયું હતું.
અમિતાભ બચ્ચને સવારે X પર પોસ્ટ કરતાં લખ્યું, “મહેનત તો બહુ કરી રહ્યા છે, પણ આ 49M ફોલોવર્સનો આંકડો વધતો જ નથી. કોઈ ઉપાય હોય તો કહો!!! તેમની આ ચિંતા જોઈને ફેન્સે પણ જાતજાતની ટિપ્પણીઓ આપવાની શરૂ કરી દીધી. કોઈએ કહ્યું, “પેટ્રોલના ભાવ પર સવાલ પૂછો, ફોલોવર્સ વઘી જશે.” કોઈએ લખ્યું, “ગ્રૉક નામના એઆઈની મદદ લો.” પણ કેટલીક ટિપ્પણીઓ એટલી રમુજી છે કે તે ચર્ચામાં આવી છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સે આપી અજબ-ગજબ સલાહો
અમિતાભ બચ્ચનની પોસ્ટનું કમેન્ટ સેક્શન રમુજી કમેન્ટ્સ અને ટિપ્સથી ભરાઈ ગયું હતું. એક યુઝરે લખ્યું, “તમારા ફોલોવર્સ વધારવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમે રેખા સાથે લગ્ન કરી લો.” તો બીજા યુઝરે લખ્યું, “જયા બચ્ચનને ઠપકો આપતો વીડિયો શેર કરો અને તમારા ફોલોઅર્સ આપમેળે વધી જશે.” અને બીજા એક યુઝરે અભિષેક બચ્ચનના તાજેતરના વિવાદ પર ટિપ્પણી કરતાં કહ્યું "જુનિયર બચ્ચનને લગ્નનું મહત્ત્વ સમજાવતો વીડિયો બનાવો." એક યુઝરે તો અહીં સુધી લખ્યું કે, “જયા બચ્ચનને ઉનફૉલૉ કરો સાહેબ, કૃપા ત્યાં જ અટકેલી છે.” બીજાએ લખ્યું, “એકવાર જાહેર કરો કે જે તમારા ઘરમાં રાજ્યસભાની જે સાંસદ છે, એને લઈને ખાલી દેશ જ નહીં પણ તમે પણ પરેશાન છો.” એક યુઝરે તો સીધી સલાહ આપી, “રેખા જી સાથે લગ્ન કરી લો.” બીજાએ લખ્યું, “રેખા જી સાથે સેલ્ફી પોસ્ટ કરો, તરત ફોલોવર્સના નંબર વધી જશે.”
ફૅન્સે એવી પણ કમેન્ટ્સ કરી કે તેમણે એક બ્લૉકબસ્ટર ફિલ્મ લાવવી જોઈએ અથવા એક પોડકાસ્ટ બનાવવો જોઈએ જે તેમને યુવા પેઢી સાથે જોડે. તેમની ફિલ્મો વિશે વાત કરીએ તો, અમિતાભ છેલ્લે વેટ્ટાયનમાં જોવા મળ્યા હતા, જેના દ્વારા તેમણે તમિલ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રજનીકાંત, ફહાદ ફાસિલ, રાણા દગ્ગુબાતી, મંજુ વૉરિયર, રિતિકા સિંહ, દુશારા વિજયન, રોહિણી, રાવ રમેશ, અભિરામી અને રમેશ થિલક પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેમણે પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસનની સાથે નાગ અશ્વિનની કલ્કી 2898 એડી સિક્વલમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત, તતે રિભુ દાસગુપ્તાની ફિલ્મ સેક્શન 84 માં પણ જોવા મળશે, જેમાં ડાયના પેન્ટી અને નિમરત કૌર પણ મુખ્ય ભૂમિકામાં છે.