અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૩૫ કરોડ રૂપિયામાં નવી ૨.૬૭ એકર જમીન ખરીદી

07 March, 2026 01:28 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને અયોધ્યામાં આવેલા રામ મંદિરની જન્મભૂમિ વિસ્તારમાં વધુ એક પ્રૉપર્ટી ખરીદી છે. તેમણે પોતાની સંપત્તિનો વિસ્તાર કરતાં હાઉસ ઑફ અભિનંદન લોઢા પાસેથી ૩૫ કરોડ રૂપિયામાં ૨.૬૭ એકર જમીન ખરીદી છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને અયોધ્યામાં આવેલા રામ મંદિરની જન્મભૂમિ વિસ્તારમાં વધુ એક પ્રૉપર્ટી ખરીદી છે. તેમણે પોતાની સંપત્તિનો વિસ્તાર કરતાં હાઉસ ઑફ અભિનંદન લોઢા પાસેથી ૩૫ કરોડ રૂપિયામાં ૨.૬૭ એકર જમીન ખરીદી છે. કંપનીએ આ ડીલ વિશે ગઈ કાલે માહિતી આપી હતી. અયોધ્યામાં આ કંપની સાથેનું અમિતાભ બચ્ચનનું આ ત્રીજું રોકાણ છે. 

રિપોર્ટ પ્રમાણે આ પહેલાં ૨૦૨૫ના મે મહિનામાં અમિતાભે ‘ધ સરયૂ’ પ્રોજેક્ટ પાસે લગભગ ૪૦ કરોડ રૂપિયામાં ૨૫,૦૦૦ સ્ક્વેર ફુટનો પ્લૉટ ખરીદ્યો હતો. એ પહેલાં ૨૦૨૪માં તેમણે અયોધ્યામાં ‘ધ સરયૂ’ પ્રોજેક્ટમાં ૧૪.૫ કરોડ રૂપિયામાં ૧૦,૦૦૦ સ્ક્વેર ફુટનો પ્લૉટ ખરીદ્યો હતો.

amitabh bachchan ayodhya ram mandir bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news