એક તરફ રક્ષાબંધનની શુભેચ્છા અને બીજી તરફ નેપાલની તબાહીનું ભારે દુખ

29 August, 2026 09:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને બ્લૉગ-પોસ્ટમાં પોતાના મનની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી, હાલમાં નેપાલમાં ભીષણ પૂરથી ભારે તબાહી મચી છે. આ તબાહીએ દરેકને હચમચાવી દીધા છે. આ સંજોગોમાં અમિતાભ બચ્ચને પણ નેપાલમાં આવેલા પૂર અંગે ચિંતા વ્યક્ત કરી છે અને પ્રાર્થના કરી છે.

એક તરફ રક્ષાબંધનની શુભેચ્છા અને બીજી તરફ નેપાલની તબાહીનું ભારે દુખ

હાલમાં નેપાલમાં ભીષણ પૂરથી ભારે તબાહી મચી છે. આ તબાહીએ દરેકને હચમચાવી દીધા છે. આ સંજોગોમાં અમિતાભ બચ્ચને પણ નેપાલમાં આવેલા પૂર અંગે ચિંતા વ્યક્ત કરી છે અને પ્રાર્થના કરી છે.
ગઈ કાલે અમિતાભે રક્ષાબંધનને લઈને એક બ્લૉગ-પોસ્ટ લખી હતી અને એમાં નેપાલમાં આવેલા પૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. બ્લૉગમાં તેમણે શરૂઆતમાં લખ્યું, ‘પ્રેમ, સ્નેહ અને કાળજીનું આ બંધન હંમેશાં જળવાઈ રહે. ભાઈ-બહેનના સંબંધનું આ અતૂટ સમર્પણ ક્યારેય ન તૂટે અને ન તો ક્યારેય ભુલાઈ શકે. કાંડા પર બાંધેલો આ પવિત્ર દોરો સંબંધની સાતત્યતાનું પ્રતીક છે. એની શુભ હાજરી આ સંબંધના મહત્ત્વને વધુ મજબૂત બનાવે છે. બીજી તરફ નેપાલમાં પૂરના કારણે થયેલી તબાહી જોવી પણ ખૂબ દુઃખદ છે. કુદરતના પ્રકોપનો સામનો કરી શકાતો નથી. ઈશ્વરીય કૃપાની જરૂર પડે છે. આપણે પ્રાર્થના કરીએ છીએ, કારણ કે પ્રાર્થના જ સર્વોપરી છે. લવ ઍન્ડ કૅર.’

amitabh bachchan raksha bandhan nepal bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news