12 July, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘અનફિલ્ટર્ડ નારી’
અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’થી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. હવે આ ફિલ્મ હિન્દીભાષી દર્શકો માટે ‘અનફિલ્ટર્ડ નારી’ નામે ડબ કરીને રિલીઝ કરવામાં આવી છે. જય બોડાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ચિંતન પરીખ નામના એક યુવકની અનોખી સફર પર આધારિત છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ચિંતન જીવનમાં બધી મહિલાઓથી પ્રભાવિત રહે છે, પરંતુ એક દિવસ તેને મહિલાઓને સમજવાની અદ્ભુત અને અનોખી શક્તિ મળી જાય છે. આવી શક્તિ બીજી કોઈ વ્યક્તિ પાસે નથી. આ ફિલ્મ ચિંતનની આ ખાસ સફર અને આ શક્તિના તેના જીવન પર પડતા પ્રભાવને દર્શાવે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ફિલ્મમાં મુખ્ય પાત્ર ચિંતનના પિતાની ભૂમિકા ભજવી છે.
KBCની નવી સીઝન માટે અમિતાભ બચ્ચનનું સ્લોગન- જહાં અકલ હૈ, વહાં અકડ હૈ
સોની ટીવી પર ૧૧ ઑગસ્ટથી રાતે ૯ વાગ્યાથી શરૂ થઈ રહેલી ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનમાં અમિતાભ બચ્ચન ફરી એક વાર સ્પર્ધકો સાથે સવાલ-જવાબ કરતા જોવા મળશે. આ શોનો પ્રોમો ગુરુવારે સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવ્યો હતો જેમાં અમિતાભ બચ્ચન આ શોનું પ્રમોશન કરતાં કહે છે, ‘જહાં અકલ હૈ વહાં અકડ હૈ.’
કલકત્તામાં અમિતાભ બચ્ચનની ગુરુપૂજા
ગઈ કાલે ગુરુપૂર્ણિમા નિમિત્તે કલકત્તામાં ઑલ બેન્ગૉલ અમિતાભ બચ્ચન ફૅન્સ અસોસિએશને અમિતાભ બચ્ચનની પ્રતિમા સમક્ષ ગુરુપૂજા કરી હતી.