✕

દાદા અમિતાભ બચ્ચને આરાધ્યાની ૧૫મી વર્ષગાંઠે આપી ખાસ શુભેચ્છા

18 November, 2026 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરાધ્યાના આ બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો સામે નથી આવી, પણ દાદા અમિતાભે પોતાની આગવી શૈલીમાં પૌત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના બ્લૉગ પર આરાધ્યા માટે એક પ્રેમભર્યો સંદેશ લખ્યો હતો.

અમિતાભ બચ્ચન અને આરાધ્યા બચ્ચન

અમિતાભ બચ્ચન પોતાના પરિવારની ખૂબ નજીક છે. તેમની પૌત્રી આરાધ્યા બચ્ચને સોમવારે પોતાની ૧૫મી વર્ષગાંઠ ઊજવી હતી. આરાધ્યાના આ બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો સામે નથી આવી, પણ દાદા અમિતાભે પોતાની આગવી શૈલીમાં પૌત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના બ્લૉગ પર આરાધ્યા માટે એક પ્રેમભર્યો સંદેશ લખ્યો હતો. આ સાથે જ આ પ્રસંગે આરાધ્યાને શુભેચ્છાઓ આપનારા તમામ લોકોનો આભાર પણ માન્યો હતો.

અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું હતું કે ‘ઘરની પૌત્રીનો જન્મદિવસ સોનેરી અને ભાગ્યશાળી રહે, ઈશ્વરને મારી બસ આ જ પ્રાર્થના... અને ર‌વિવાર પાસેથી જે સ્નેહ મળ્યો છે એ અત્યંત યાદગાર રહ્યો. આપ સૌની પ્રાર્થનાઓને વંદન.’ અમિતાભના આ સંદેશમાં પૌત્રી પ્રત્યેનો તેમનો પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે. અમિતાભે પરિવારના આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે ચાહકો અને શુભેચ્છકોના સ્નેહને પણ મહત્ત્વ આપ્યું છે. 

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન પરિવારની સૌથી નાની સભ્ય છે. ૧૫ વર્ષની આરાધ્યા હાલમાં પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. આ ઉપરાંત તે સ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓ, નાટક અને સ્ટેજ-પ્લે જેવા કાર્યક્રમોમાં પણ ભાગ લે છે. ઐશ્વર્યા રાય પણ અવારનવાર સોશ્યલ મીડિયા પર દીકરી આરાધ્યા સાથેની પોતાની તસવીરો શૅર કરતી રહે છે.

amitabh bachchan aaradhya bachchan happy birthday entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood