17 January, 2026 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવ્યા નવેલી નંદાએ IIMની પોતાની કૉલેજ-લાઇફની ઝલક બતાવી
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા હાલમાં અમદાવાદમાં ખ્યાતનામ બિઝનેસ સ્કૂલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM)માં ‘બ્લેન્ડેડ પોસ્ટ ગ્રૅજ્યુએટ પ્રોગ્રામ’ નામના કોર્સમાં અભ્યાસ કરી રહી છે. હાલમાં નવ્યાએ પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં પોતાની કૉલેજ-લાઇફની ઝલક આપતાં પિક્ચર્સ પોસ્ટ કર્યાં છે. તેની આ તસવીરોમાં મિત્રો, કૅમ્પસ તેમ જ તેઓ જમતાં હોવાની તસવીરો છે જે બતાવે છે કે તે સ્ટુડન્ટ-લાઇફની ભરપૂર મજા માણી રહી છે. આ તસવીર સાથે નવ્યાએ કૅપ્શન લખી છે, ‘સૌથી ખુશ પળો, સૌથી ખુશ લોકો સાથે.’