17 May, 2025 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની મહેનત અને નસીબના બળે ઇન્ડસ્ટ્રીમાં અનોખું સ્થાન હાંસલ કર્યું છે. શરૂઆતની નિષ્ફળતાઓ બાદ તેમણે સફળતાનાં શિખર સર કર્યાં છે. એવું કહેવાય છે કે બિગ બીને જ્યોતિષ પર ગાઢ વિશ્વાસ છે અને એ વિશ્વાસ તેમના પરિવારમાં પણ જોવા મળે છે. આ વિશ્વાસને કારણે જ અમિતાભ બચ્ચન વર્ષોથી હાથમાં ખાસ વીંટી પહેરે છે.
અમિતાભ લાંબા સમયથી નીલમની વીંટી પહેરે છે. તેમણે આ વીંટી ત્યારે પહેરી હતી જ્યારે તેઓ જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. સફળતા મળ્યા બાદ પણ તેમણે આ વીંટી ક્યારેય નથી ઉતારી, કારણ કે તેઓ માને છે કે આ તેમને માટે લકી ચાર્મ છે. નીલમ વિશે એવું માનવામાં આવે છે કે જેને એ સૂટ કરે છે તેનું ભાગ્ય બદલી નાખે છે.
બિગ બી એક અન્ય ટોટકામાં વિશ્વાસ રાખે છે. તેઓ ભારતની ક્રિકેટ મૅચ લાઇવ નથી જોતા. તેમને લાગે છે કે જ્યારે તેઓ મૅચ જુએ છે ત્યારે ભારતની વિકેટો પડવા માંડે છે. બૉલીવુડમાં અમિતાભ એકલા નથી જેઓ જ્યોતિષમાં વિશ્વાસ રાખે છે, અન્ય ઘણા સ્ટાર્સ પણ આમાં વિશ્વાસ કરે છે. બિગ બીનો આ વિશ્વાસ તેમના જીવન અને કરીઅરમાં તેમના લકી ચાર્મ્સનું મહત્ત્વ દર્શાવે છે.