સન્માનજનક રીતે મહિલાનો હાથ પકડીને ડાન્સ કરવાના દિવસો ગયા

24 April, 2024 05:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડાન્સ-ફૉર્મના વિવિધ પ્રકારો વિશે વાત કરતાં બિગ બીએ કહ્યું...

અમિતાભ બચ્ચનની તસવીર

અમિતાભ બચ્ચનનું કહેવું છે કે ડાન્સ હવે ફક્ત મહિલાને હાથ પકડવા પૂરતો નથી રહ્યો. પહેલાંના સમયમાં ડાન્સ માટે મહિલાને હાથ પકડીને વિનંતી કરવી પડતી હતી અને એ ખૂબ જ ફૉર્મલ ડાન્સ હતો, પરંતુ હવે ડાન્સના ઘણા પ્રકાર આવી ગયા છે. આ વિશે અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યું કે ‘મારે ‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સીઝનના ઇન્વાઇટથી લઈને ઘણું કામ છે. કામ બિગિન કરું કે બેગિન. બેગિન એક ખૂબ જ પૉપ્યુલર કૅરિબિયન ડાન્સ-ફૉર્મ છે. વેસ્ટર્ન દુનિયાના ડાન્સ-ફૉર્મ જેવા કે વોલ્ટ્ઝ અને ફૉક્સટ્રૉટ માટે આ ડાન્સ-ફૉર્મ એલિયનસમું છે. બેગિન થોડું ઘણું ફૉક્સટ્રૉટને મળતું આવે છે. જોકે મને સમજમાં નથી આવતું કે આ ડાન્સ-ફૉર્મનું નામ કેવી રીતે આવ્યું હશે. ફૉક્સ એટલે કે લોમડી (શિયાળ) પરથી તો નહીં આવ્યું હોયને? ઇમેજિન કરો કે એક સાંજે કોઈ મહિલાને ડાન્સ માટે પૂછવા જતાં શું કહેશો, ‘મૅમ, મારી સાથે લોમડી કરશો?’ સમય બદલાઈ ગયો છે. ડાન્સ-ફ્લોર અથવા તો બાલ્કની અથવા તો ગમે ત્યાં જાઓ અને બસ શરીરની મૂવમેન્ટ શરૂ કરી દો. મહિલાને હવે હાથથી સન્માનજનક રીતે પકડીને ડાન્સ કરવાની પરંપરા નથી રહી. ’

amitabh bachchan entertainment news bollywood buzz bollywood news bollywood