03 July, 2025 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયા પરની તેમની પોસ્ટને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. હાલમાં અમિતાભે એક વાર ફરીથી મોડી રાતે એક ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં તેમણે શ્રી હનુમત્ સ્તવન પાઠ સાથે જોડાયેલી પંક્તિઓ શૅર કરી છે. આ પંક્તિઓ આ પાઠની પ્રથમ લાઇન છે જે આવી છે:
*શ્રી હનુમત્ સ્તવન પાઠ*
પ્રણવઉં પવન કુમાર, ખલ બન પાવક જ્ઞાન ઘન
જાસુ હૃદય આગાર, બસહીં રામ શર ચાપ ધર
કેટલાકે આ પંક્તિઓનો ભાવાર્થ સમજાવતાં લખ્યું છે, ‘હું પવનકુમાર શ્રી હનુમાનજીને પ્રણામ કરું છું, જે દુષ્ટરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે જે જ્ઞાનની ઘનમૂર્તિ છે અને જેમના હૃદયરૂપી ભવનમાં બાણ ધારણ કરેલા શ્રી રામજી નિવાસ કરે છે.’
જોકે આ પોસ્ટ પછી લોકો અમિતાભને વણમાગી સલાહ આપવા લાગ્યા હતા. એક યુઝરે કહ્યું કે આટલી રાતે હનુમાનજી અને રામજીની યાદ આવે છે, એવો શું ડર? હકીકતમાં અમિતાભ બચ્ચન હનુમાનભક્ત છે અને તેમણે પોતાના અવાજમાં હનુમાનચાલીસાનું પઠન કર્યું હતું જે આજે પણ લોકોને ખૂબ પસંદ છે.