સવાલ અને જવાબનો સિલસિલો ફરી શરૂ થશે

17 April, 2024 06:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૌન બનેગા કરોડપતિની નવી સીઝન લઈને આવી રહ્યા છે અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન હવે ફરી ‘કૌન બનેગા કરોડપતિ’ લઈને આવી રહ્યા છે. છેલ્લી એટલે કે પંદરમી સીઝન પછી એવી ચર્ચા ચાલી હતી કે અમિતાભ બચ્ચનની એ છેલ્લી સીઝન હતી. જોકે હવે નવી સીઝન આવી રહી છે જેનું રજિસ્ટ્રેશન ૨૬ એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. સવાલ–જવાબ પર આધારિત આ શોની પૉપ્યુલૅરિટી અલગ જ લેવલ પર છે. શોની રજિસ્ટ્રેશન માટેની તારીખ જાહેર કરતાંની સાથે જ સોશ્યલ મીડિયા પર લોકો અમિતાભ બચ્ચનનો આભાર માની રહ્યા છે કે તેઓ પાછા આવી રહ્યા છે. તેમ જ ઘણા લોકોએ એમ પણ કહ્યું હતું કે તેમને અત્યાર સુધી ખૂબ જ મિસ કર્યા હતા. આ વિશે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ચૅનલે કૅપ્શન આપી હતી કે ‘ઐસા મિલા પ્યાર કિ લૌટ રહા હૈ ફિર એક બાર ‘કૌન બનેગા કરોડપતિ’.’

entertainment news bollywood buzz bollywood news bollywood amitabh bachchan